રિપોર્ટ@રાજકોટ: રાજ્યનો પ્રથમ થ્રી-લેયર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજનું કામ પૂરજોશમાં
શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે.
Oct 4, 2025, 08:57 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યનો પ્રથમ થ્રી-લેયર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજનું કામ પૂરજોશમાંચાલી રહ્યું છે. રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી ખાતે ગુજરાતનો પ્રથમ થ્રી-લેયર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામી રહ્યો છે. જે શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે. રૂ. 167.25 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જેમાં ડાયવર્ઝન રૂટનું 90%થી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 1 લાખથી વધુ નાગરિકોને સરળ પરિવહનની સુવિધા આપશે, જેમાં રાહદારીઓ માટે ફૂટપાથ, BRTS બસ માટે ગ્રાઉન્ડ કોરિડોર, અને પાર્કિંગ, ગેમઝોન, હોકર્સ સ્ટેન્ડ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.