રિપોર્ટ@ગુજરાત: મંત્રીમંડળમાં સ્થાન મળતાં કાર્યકરોની ફટાકડા ફોડી ઉજવણી, જાણો વધુ વિગતે

હર્ષ સઘંવીના કાર્યાલય બહાર ઢોલ-તાશાના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યાં હતાં.
 
રિપોર્ટ@ગુજરાત: મંત્રીમંડળમાં સ્થાન મળતાં કાર્યકરોની ફટાકડા ફોડી ઉજવણી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 6 મંત્રીને રિપીટ કરાયા છે, જ્યારે 19 નવા ચહેરાને સ્થાન અપાયું છે. જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તેઓના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી રહી છે. હાલ રાજ્યભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં હર્ષ સઘંવીના કાર્યાલય બહાર ઢોલ-તાશાના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યાં હતાં. કાર્યકર્તાઓ ટેમ્પો ભરીને ફટાકડા સાથે પહોંચ્યાં હતાં અને ઉજવળી કરી હતી.

રાજ્યના કેટલાક ધારાસભ્યોને સવારે 8 વાગ્યાથી ફોન આવવાના શરૂ થયા હતા, જેમાં પ્રફુલ પાનસેરિયા અને કાંતિ અમૃતિયાનો પણ સમાવેશ થાય છે. મંત્રીમંડળમાં સ્થાન મળવાનો ફોન આવતા જ તેમના કાર્યાલય અને સમર્થકોના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રફુલ પાનસેરિયા હાલમાં ગુજરાત સરકારમાં રાજ્ય શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

પ્રફુલ પાનસેરિયાને મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળતા જ તેમના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી. સુરત અને તેમના મતવિસ્તારમાં કાર્યકર્તાઓએ એકઠા થઈને ફટાકડા ફોડ્યા અને આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યકર્તાઓએ એકબીજાને પેંડા ખવડાવી અને મોં મીઠું કરાવીને આ ખુશીની ઉજવણી કરી હતી. તો હર્ષ સંઘવીના કાર્યાલય બહાર પણ સમર્થકોએ ફટાકડા ફોડ્યા હતા અને ઢોલ-તાશાના તાલે ઝૂમી ઉઠ્યાં હતાં.