રીપોર્ટ@રાજકોટ: ગુજરાતમાં 1.29 લાખ વિદ્યાર્થીઓની GUJCETની પરીક્ષા, જાણો વધુ વિગતે

રાજ્યમાં એન્જિનિયરિંગની 1,27,538 જેટલી સીટો ઉપરાંત ફાર્મસીની 10,752, એગ્રીકલ્ચરની 678 અને વેટરનરીની 315 બેઠકો છે.
 
રીપોર્ટ@રાજકોટ: ગુજરાતમાં 1.29 લાખ વિદ્યાર્થીઓની GUJCETની પરીક્ષા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીક પરિક્ષા આવતી હોય છે. ગુજરાતની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર અને વેટરનરીની 1,39,283 બેઠકો પર પ્રવેશ માટે 23મી માર્ચે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની GUJCETની પરીક્ષા લેવામાં આવશે. જેની સામે 1,29,706 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. રાજ્યમાં એન્જિનિયરિંગની 1,27,538 જેટલી સીટો ઉપરાંત ફાર્મસીની 10,752, એગ્રીકલ્ચરની 678 અને વેટરનરીની 315 બેઠકો છે.

એડમીશન માટે 638 બિલ્ડિંગના 6,549 બ્લોક પરથી 1.29 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાના છે. જેમાં A ગ્રુપના વિદ્યાર્થીઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ તો B ગ્રુપના વિદ્યાર્થીઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયની પરીક્ષા આપશે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર પ્રથમ સેશનમાં 2 કલાકનું હશે.

જેના 80 માર્ક તો બાયોલોજી અને મેથ્સનું પેપર 40-40 માર્કનું હશે. જેમાં કુલ 120 માર્કના પેપરમાં 120 MCQ હશે. દરેક MCQનો 1 માર્ક હશે પરંતુ કોઈ MCQ ખોટો લખાઈ ગયો તો .25 કપાશે. એટલે કે 4 MCQ ખોટા પડશે તો 1 માર્ક કપાશે.

બોર્ડની પરીક્ષાના સાયન્સ પર્સન્ટાઇલના 50 ટકા ગુણ મેરીટ માટે ગણવામાં આવશે. એટલે કે A ગ્રુપના વિદ્યાર્થીઓના ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના કુલ પર્સન્ટાઇલના 50 ટકા તો B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના કુલ પર્સન્ટાઇલના 50 ટકા ગુણ ગણતરીમાં લેવામાં આવશે અને બાકીના ગુજકેટમાં આવેલા કુલ ગુણના 50 ટકા ગણતરીમાં લેવામાં આવશે અને તેના આધારે મેરિટ બનશે. જોકે આ વખતે પણ એન્જિનિયરિંગમાં 50 % જેટલી સીટ ખાલી રહે તેવી સંભાવના છે.