રિપોર્ટ@પાટણ: રેગિંગ કેસના આરોપી 15 વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાયા
આ તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમની પોલીસે અટકાયત કરી છે.
Nov 19, 2024, 18:32 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ મામલે ધારપુર મેડિકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ્સ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમની પોલીસે સોમવારે સાંજે અટકાયત કરી છે.
જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. ત્યારે સાંજે કોર્ટમાં રજૂ કરવા માટે તમામને લઈ જવાાયા છે. તો મેડિકલ કોલેજમાં ડીનની ઓફિસ નજીકથી દારૂની બોટલો પણ મળી આવી છે.