રિપોર્ટ@અમદાવાદ: એરપોર્ટ પર 3 કિલો સોના સાથે 2 મુસાફર ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ એરપોર્ટ પર 3 કિલો સોના સાથે 2 મુસાફર ઝડપાયા. એરપોર્ટ પરથી ઝડપાયું 3 કિલો સોનું. 3 ગોલ્ડ બાર અને 2 સોનાની ચેઇન સાથે 2 પ્રવાસી ઝડપાયા. અબુધાબીથી આવેલા પ્રવાસીઓએ કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપ લગાડી સોનું સંતાડ્યું હતું
અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી પોણાત્રણ કરોડની કિંમતનું ત્રણ કિલોથી વધુ ગોલ્ડ ઝડપાતાં એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને પ્રવાસીઓએ જીન્સ પેન્ટના કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપમાં સોનું સંતાડ્યું હતું. સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લાવવામાં આવ્યું હતું.
ગલ્ફ ક્ન્ટ્રીઝમાંથી અમદાવાદ આવતા પ્રવાસીઓ પાસેથી અવારનવાર દાણચોરી કરી લાવવામાં આવેલું સોનું ઝડપાતું હોય છે. આજે અબુધાબીથી આવેલા બે પ્રવાસીને ઝડપી તપાસ કરતાં તેમની પાસેથી ત્રણ કિલો ગોલ્ડ, બે સોનાની ચેઈન મળ્યાં હતાં. બંને પ્રવાસીઓએ જીન્સ પેન્ટમાં કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપમાં સોનું સંતાડ્યું હતું. સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લવાયું હતું.
બંને પેસેન્જર પાસેથી 2 સોનાની ચેઇન ગળામાં અને એક સોનાનો સિક્કો મળ્યો હતો. જે બે શખસ ઝડપાયા છે એમાં એક યાત્રિક પાસેથી 1543 ગ્રામ અને અન્ય પેસેન્જર પાસેથી 1507 ગ્રામ સોનું મળતાં બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.