રિપોર્ટ@સુરત: ર્મોંઘીદાટ કારો લઈને નીકળેલા 2 નબીરાઓએ પુરપાટ ઝડપે રેસ લગાવતા ભયાનક અકસ્માત સર્જ્યો
ત્રણેય કારોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ જેટલા લાઈટ પોલ જડમૂળથી ઉખડી ગયા હતા. વેસુ
Jan 2, 2026, 13:08 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. મોંઘીદાટ લક્ઝરી કારો લઈને નીકળેલા 2 નબીરાઓએ પુરપાટ ઝડપે રેસ લગાવતા એક ભયાનક અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માત એટલો જોરદાર હતો કે તેમાં સામેલ ત્રણેય કારોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ જેટલા લાઈટ પોલ જડમૂળથી ઉખડી ગયા હતા. વેસુ પોલીસે આ મામલે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ચાલક ફરાર થઈ ગયો છે.

