રિપોર્ટ@ગુજરાત: વન્યપ્રાણીઓની તરસ મિટાવવા પાણીના 500 પોઈન્‍ટ તૈયાર કરાયા

વન્યપ્રાણીઓને પાણી માટે વલખાં ન મારવાં પડે તે માટે વન વિભાગ દ્વારા અલાયદી વ્યવસ્થા કરાઈ છે.
 
રિપોર્ટ@ગુજરાત: વન્યપ્રાણીઓની તરસ મિટાવવા પાણીના 500 પોઈન્‍ટ શરૂ કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વન્યપ્રાણીઓની તરસ મિટાવવા પાણીના 500 પોઈન્‍ટ શરૂ કરવામાં આવ્યા છે. હવે ઉનાળાની ઋતુ ચાલુ થઇ ગઈ છે. ઉનાળાની ઋતુમાં વધતી જતી ગરમી અને જંગલમાં સુકાતા પાણીના સ્ત્રોતને ધ્યાનમાં રાખીને વન વિભાગે મહત્ત્વપૂર્ણ પગલું લીધું છે.

વન્યપ્રાણીઓને પાણી માટે વલખાં ન મારવાં પડે તે માટે વન વિભાગ દ્વારા અલાયદી વ્યવસ્થા કરાઈ છે. સાવજો સહિતનાં વન્ય પ્રાણીઓ માટે ગીર પશ્ચિમ વિસ્તારમાં 271 તેમજ અન્ય જંગલ વિસ્તારમાં 271 મળી 500થી વધુ કૃત્રિમ પાણીના પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા છે.

સોલાર પેનલ, પવનચક્કી અને ટેન્કરથી પાણીના કુંડ ભરવામાં આવે છે.