રિપોર્ટ@રાજકોટ: સોની બજારમાં અચાનક આગ લાગતા 1 કારીગરનું મોત નીપજ્યું
ઘટનાની જાણ થતા તુરંત 5 જેટલા ફાયર ફાઈટર સ્થળે દોડી ગયાં હતા
Oct 14, 2025, 09:43 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેરમાથી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના દીવાનપરા વિસ્તારમાં શેરી નંબર 10માં આવેલા સોની બજારમાં શ્રીહરી કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શ્રીહરી કોમ્પ્લેક્ષમાં સૌથી ઉપરના માળે સોના-ચાંદીના ઘરેણાંની બફિંગ અને પાલિસ કરવાની કામગીરી ચાલી રહી હતી.
આ સમયે અચાનક આગ લગાવથી દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા તુરંત 5 જેટલા ફાયર ફાઈટર સ્થળે દોડી ગયાં હતા અને પાણીનો મારો ચલાવી ચાર કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતાં. આ ઘટનામાં 1 કારીગરનું મોત નીપજ્યું છે.

