રિપોર્ટ@કલોલ: ખાખરાવાળાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી, સમગ્ર બનાવ જાણો
ફાયર બ્રિગેડના 55થી વધુ જવાનો ઘટનાસ્થળે આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા
Oct 15, 2025, 09:26 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ફરી એકવાર આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં આજે ભીષણ આગ લાગી હતી. અમદાવાદ ફાયરની ચાર ગાડી, ગાંધીનગર ફાયરની બે ગાડી, કલોલ નગરપાલિકાની એક ગાડી, વડસર એરફોર્સની એક ગાડી, અરવિંદ મિલની એક ગાડીએ લાખો લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે.
ફાયર બ્રિગેડના 55થી વધુ જવાનો ઘટનાસ્થળે આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. ફાયરની ટીમો સ્થળ ઉપર પહોંચી ત્યારે એલપીજીના સિલિન્ડરો બ્લાસ્ટ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.

