રિપોર્ટ@અમદાવાદ: SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

ઘટનાની જાણ થતા ત્રણ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી હતી.
 
રિપોર્ટ@અમદાવાદ: SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરમાથી આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં ઈલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા ત્રણ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.

હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ કયા કારણોસર આગ લાગી તેનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના CEOએ કહ્યું હતું કે, હોસ્પિટલ બિલ્ડિંગ અને લોન્ડ્રી વિભાગ વચ્ચે અંત હોય દર્દી કે અન્ય લોકોને કોઈ અસર થઈ નથી.