રિપોર્ટ@મહેસાણા: 15 વર્ષની સગીરા પર 6 નરાધમે અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું

અલગ-અલગ સ્થળોએ લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું

 
રિપોર્ટ@મહેસાણા: 15 વર્ષની સગીરા પર કુલ 6 જેટલા નરાધમે અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું

અટલ સમચાર ડોટ કોમ, ડેસ્ક 
મહેસાણાના વિસનગર શહેરમાથી દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેને કારણે આખા શહેરમાં હડકંપ મચી ગયો છે. માનવતાને લજવનારી આ ઘટનામાં માત્ર 15 વર્ષની એક સગીરા પર કુલ 6 જેટલા શખસ દ્વારા અલગ-અલગ સ્થળોએ લઈ જઈને વારાફરતી સામૂહિક બળાત્કાર (દુષ્કર્મ) ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. વિસનગરના ઇતિહાસમાં પ્રથમવાર આ બનાવ બન્યો છે.

સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે 6 શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધા હતા અને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ફરિયાદ મુજબ, આ જઘન્ય કૃત્યની શરૂઆત ગત 4 ઓક્ટોબર, શનિવારની રાત્રે થઈ હતી અને એ સોમવાર સુધી ચાલ્યું હતું.

આરોપીઓના નામ

  1. વિજય અશોકજી ઠાકોર
  2. પવનજી દીવાનજી ઠાકોર
  3. રાજ ઠાકોર
  4. સોહમજી સુરેશજી ઠાકોર
  5. મકવાણા દેવાંગ
  6. મોદી પ્રકાશ