રિપોર્ટ@ગુજરાત: કથિત RTI ખંડણીખોરો વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી
અત્યાર સુધીમાં 31 જેટલા લોકોની ધરપકડ પણ કરાઈ છે.
Mar 22, 2025, 09:01 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કથિત RTI એક્ટિવિસ્ટ, જે RTI કરી બિલ્ડર અને સામાન્ય લોકો પાસેથી તોડ કરતા હતા, તેમની સામે ખાસ ઓપરેશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતના 7 જેટલા પોલીસ સ્ટેશનમાં 59 જેટલી ફરિયાદો કથિત RTI એક્ટિવિસ્ટ લોકો સામે સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં 4 લોકોના પાસા પણ કરવામાં આવ્યા છે.
આવનાર દિવસોમાં કેસોની સંખ્યા અને પાસાની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. અત્યાર સુધીમાં 31 જેટલા લોકોની ધરપકડ પણ કરાઈ છે.