રિપોર્ટ@હિંમતનગર: માતાજીની વાતો કરી 3 તોલાનો સોનાનો દોરો પડાવ્યો, જાણો સમગ્ર બનાવ
ભોગ બનનારી મહિલાએ આ અંગે પોલીસમાં લેખિત રજૂઆત કરી છે.
Mar 20, 2025, 20:10 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરી, ઠગાઈ, લૂંટફાટના ગુનાઓ ખુબજ વધી ગયા છે. હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા અંબર સિનેમા રોડ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રિદ્ધિસિદ્ધિ બ્યૂટિપાર્લરમાં 3 મહિલાએ ગ્રાહક બનીને આવી મોટી ઠગાઈ આચરી છે. ભોગ બનનારી મહિલાએ આ અંગે પોલીસમાં લેખિત રજૂઆત કરી છે.
પોલીસે સ્થળ પર તપાસ કરી, CCTV ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર મહિલાએ આ સમગ્ર બનાવ અંગે મીડિયાની માહિતી આપી હતી, જોકે સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.