રિપોર્ટ@અમદાવાદ: એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ તૂટ્યો, 1 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, જાણો સમગ્ર દુઘટર્ના
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે
Apr 15, 2026, 09:59 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે સ્લેબ ધરાશાઈ થવાની ઘટના બની છે. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
અચાનક સ્લેબ તૂટી પડવાના કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાસ્થળની તસવીરો પણ સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક રૂમમાં બેડ પર સ્લેબના પોપડા પડ્યા છે.

