રિપોર્ટ@અમદાવાદ: ઢોસા ખાવાથી 2 બાળકીના મોત નીપજ્યા, માતા-પિતા ગંભીર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી 2 માસૂમ બાળકીના મોત નીપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા.
જ્યારે વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિ હાલ કેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટના બહાર આવતાં જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે. સંબંધીઓનો આરોપ છે કે ડેરીમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવવાના ખાવાથી પરિવારની તબિયત લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી.
પરિવારજન ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારો છોકરો સાંજે 8:00 વાગ્યે ઘનશ્યામ ડેરી આઈઓસી રોડથી ખીરું લઈને આવ્યો, પછી એને ઢોસા બનાવીને ખાધા હતા. પણ એને બીજા દિવસે સવારે ઉલ્ટીઓ ચાલુ થઈ ગઈ, પછી એને એડમિટ કર્યો હતો. ત્યારબાદ એની વાઈફને ખબર ન પડી કે આ ખાવાથી જ ઉલ્ટીઓ થઈ છે એટલે એણે પણ ખાધું અને એની નાની છોકરી હતી એને પણ એક ઢોસો ખવડાવ્યો હતો. એટલે એ લોકો પણ બીજા દિવસથી પાછા ઉલ્ટીઓ કરવા માંડ્યા હતા, અમે આ બધાને હોસ્પિટલ લઈ ગયાં.
ગૌરીશંકર પ્રજાપતિએ કહ્યું કે, હોસ્પિટલ લઈ ગયા પછી દોઢ મહિનાની બેબીની હેડકી ખાતા-ખાતા ડેથ થઈ ગઈ હતી. પછી બીજા દિવસે સાડા ત્રણ વર્ષની બેબી હતી, એને પણ એડમિટ કરી હતી છતાં અમે છુટ્ટી લઈને આવ્યા હતાં. પછી બીજા દિવસે પાછી એને પણ પ્રોબ્લેમ થઈ એટલે કે.ડી. હોસ્પિટલ લઈ ગયા, પણ ડોક્ટરો બચાવી ન શક્યા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.

