રિપોર્ટ@અમદાવાદ: 3 લૂંટારાએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી 21.91 લાખ રૂપિયાની લૂંટ આચરી
ફરિયાદ નોંધાવતાં બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
Nov 1, 2025, 15:36 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં વૃદ્ધ દંપતીને છરીની અણીએ લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધ દંપતીની હત્યા કરવાની ધમકી આપીને ત્રણ શખસે હીરાજડિત સોનાના દાગીના સહિત કુલ 21.91 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
3 લૂંટારાએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ વૃદ્ધ દંપતીને ધમકી આપી હતી કે જો ગુનો દાખલ કરશો તો તમને જાનથી મારી નાખીશું. ભોગ બનનાર 75 વર્ષીય ભરતભાઈ શાહે ફરિયાદ નોંધાવતાં બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

