રિપોર્ટ@અમદાવાદ: સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલની 60 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ, કયા કારણે આવું બન્યું?

વિદ્યાર્થીનીઓને ઝાડા, ઉલટી અને વિકનેસના સિમ્પ્ટમ્સ સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદના મેમનગરમાં આવેલી સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલની 60 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગના કારણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીઓને ઝાડા, ઉલટી અને વિકનેસના સિમ્પ્ટમ્સ સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતી.

એક બાદ એક વિદ્યાર્થીનીઓને તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓને ભારે તાવ અને વોમિટિંગ થઈ રહી છે, તો કેટલાકનું બ્લડ પ્રેશર ફ્લક્ચુએટ થઈ રહ્યું છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં આ તમામ વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે, જેમાં કેટલાકને ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલે છે તો કેટલાક OP અને ઓબ્ઝર્વેશન હેઠળ છે. ગઈકાલથી લઈ આજ સુધીમાં 60 વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ હોવાની માહિતી મળી રહી છે.