રિપોર્ટ@અમદાવાદ: 67 PIની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવી, જાણો વધુ વિગતવાર
અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 13 PIની આંતરિક બદલી કરવામાં આવી છે
Apr 8, 2026, 11:54 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં 67 PIની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 13 PIની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ આપ્યું છે
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે વગદાર અને વહીવટદારોની ગોઠવણ ચાલી રહી છે, પરંતુ હવે તેના પર બ્રેક લાગી છે. બદલી સાથે અમદાવાદ આવેલા પીઆઇની તેમની ભૂતકાળની કામગીરી, ઇનામ, વર્તણૂંક અને સીઆર જોઈને પોસ્ટિંગ આપવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને પગલે બદલીની કામગીરી સંપૂર્ણ નિષ્પક્ષ રીતે થશે.

