રિપોર્ટ@અમદાવાદ: ઢોસાના ખીરાથી 2 બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો વળાંક, જાણો વધુ વિગતે

ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા-પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરના  ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ 2 બાળકીના શંકાસ્પદ મોત અને ત્યાર બાદ તેના માતા-પિતા એવા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે.

ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા-પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના બ્લડ સેમ્પલ લઈને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લડ સેમ્પલના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

તેમજ બન્ને બાળકીઓમાં આ જ દવાની હાજરી મળે છે કે નહીં તેની તપાસ ચાલુ છે. થોડા દિવસ પહેલા બાળકીઓના પિતા ઘઉંમાં મૂકવા માટે દવા લાવ્યા હતા.

આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ ઢોંસાના ખીરાના ખાવાના કારણે બે બાળકીઓના મોત અને માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થાય એ વાત શક્ય નથી. જેને લઈને હવે પોલીસ દ્વારા બ્લડ સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરી રહી છે.