રિપોર્ટ@અમદાવાદ: બાવળા-સાણંદ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, ડ્રાઈવરનું મોત, જાણો સમગ્ર દુઘટર્ના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. બાવળા-સાણંદ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઉભેલા ટ્રક પાછળ બીજા ટ્રક ઘૂસી જતા આ ઘટના બની હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે. બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં, ધંધુકા તાલુકાના વખતપર ગામના પાટિયા પાસે રાત્રે આશરે 11:30 વાગ્યે અકસ્માત થયો હતો. ટ્રક ડ્રાઇવર જયંતીભાઈ ફેદરાથી અમરેલી તરફ જઈ રહ્યા હતા. હોટલ પર ચા પીધા બાદ ટ્રકમાં જતા સમયે અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટના બાદ ફેદરા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને પ્રથમ ધંધુકા અને ત્યારબાદ ભાવનગર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ભાવનગર પહોંચતા પહેલા જ તેમનું અવસાન થયું હતું.
ફેદરા 108ની ટીમે મૃતક પાસેથી મળેલ રૂ. 36,280 રોકડ રકમ તથા એક સામાન્ય મોબાઇલ ફોન તેમના પરિવારજનોને પરત કર્યા હતા. આ કામગીરીમાં પાયલોટ સહદેવસિંહ ગોહિલ અને EMT કલ્પેશ જાનીનો સમાવેશ થાય છે.

