રિપોર્ટ@અમદાવાદ: 9001 પરિવારોનું સપનું સાકાર: રામાપીરના ટેકરા સહિત 11 જગ્યાએ આવાસોનું લોકાર્પણ

AMC ના રૂ. 1024 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સવારથી અમદાવાદના પ્રવાસે છે. આજે તેમનો આખો દિવસ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં વ્યસ્ત છે.સવારે 11:45 વાગે તેઓ સ્ટેડિયમ વોર્ડના રામાપીરના ટેકરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્લમ રિહેબિલિટેશન હેઠળ બનેલા આવાસોનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે અમિત શાહે ભાવુક થઈને કહ્યું હતું કે,

"મારી સામાજિક અને રાજકીય કારકિર્દીની શરૂઆત રામાપીરના ટેકરાથી જ થઈ હતી. હું અહીંના ગલી-ગલીથી વાકેફ છું. અહીંના લોકોની પીડા મેં નજીકથી જોઈ છે. આજે આનંદ છે કે અહીં રહેતા મારા જ પરિવારના લોકોને પાકું ઘરનું ઘર મળ્યું છે."

શું છે યોજના?

રામાપીરના ટેકરા ખાતે સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ હેઠળ કુલ 1400 આવાસો બનાવવામાં આવ્યા છે.

આજે તેમાંથી બાકી રહેલા 532 આવાસો અને 16 દુકાનોનું લોકાર્પણ અને ડ્રો કરવામાં આવ્યો.

આ ઉપરાંત અર્બન પાર્ક (સેક્ટર-1) માં 700 આવાસોનું લોકાર્પણ અને 644 આવાસોનો ડ્રો.

બંને મળીને આજે કુલ 1176 આવાસોની ફાળવણી.

આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ નિકોલ, નરોડા, ઓઢવ, મોટેરા, શીલજ સહિત 11 જગ્યાએ બનેલા 7825 આવાસોનો પણ મેગા ડ્રો યોજાયો હતો, જેના માટે 97,102 અરજીઓ આવી હતી.

આજનો આખો કાર્યક્રમ:

10:30 વાગે - જહાંગીરપુરા એકેડેમી બ્રિજ પાસે અંડરપાસનું લોકાર્પણ

11:00 વાગે - મોટેરા ડોમ સેન્ટર પાસે સ્મારકનું લોકાર્પણ

11:15 વાગે - ગોટા સાયન્સ સિટી રોડ પર અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ

11:45 વાગે - રામાપીરના ટેકરા આવાસ યોજના

12:00 વાગે - ગાંધી આશ્રમ પાસે રૂ. 1024 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.