રિપોર્ટ@અમદાવાદ: એરપોર્ટ પર પ્રવાસીઓ પાસેથી વિદેશી નોટો અને સોનું જપ્ત કર્યું, જાણો વધુ વિગતે

એક મુસાફરના જીન્સ પેન્ટના ખિસ્સામાંથી 310.12 ગ્રામનો એક ગોલ્ડ બાર કબ્જે કર્યો
 
રિપોર્ટ@અમદાવાદ: એરપોર્ટ પર પ્રવાસીઓ પાસેથી વિદેશી નોટો અને સોનું જપ્ત કર્યું, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ એરપોર્ટ પરથી આજે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્ટ ઓફિસરો દ્વારા ત્રણ કેસો કરીને તરખાટ મચાવી દીધો હતો. જેમાંથી બે કેસ 44 લાખથી વધુ રકમની વિદેશી ચલણ સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે એક મુસાફરના જીન્સ પેન્ટના ખિસ્સામાંથી 310.12 ગ્રામનો એક ગોલ્ડ બાર કબ્જે કર્યો હતો. જેની બજાર કિંમત 44,05,565 થવા જાય છે. આમ સરવાળે આજે સવારે કસ્ટમ્સ વિભાગે 88 લાખથી વધુ કિંમતના જુદી જુદી ચીજવસ્તુના કુલ ત્રણ કેસો કર્યા હતા.

અગાઉથી મળેલી બાતમીના આધારે કસ્ટમ્સના એર યુનિટ દ્વારા આજે 12 જાન્યુઆરીના રોજ અમદાવાદથી બેંગકોક જઇ રહેલાં એક મુસાફરને અટકાવીને તપાસ કરતાં તેની પાસેથી 32.14 લાખની કિંમતની વિદેશી ચલણી નોટો મળી આવી હતી. જેમાં પાઉન્ડ અને ઓસ્ટ્રેલિયન ડોલર હતા. આ વિદેશી ચલણી નોટોમાંથી 30,94,00ની કિંમતના 700 નંગ પાઉન્ડ તથા 1,20,130ની કિંમતની ઓસ્ટ્રેલિયન ડોલર નંગ 41 વિદેશી મળી આવ્યા હતા.

તેના સામાનમાં કસ્ટમ અધિનિયમની જોગવાઇ અંતર્ગત વિદેશી ચલણી નોટોની જાહેર કરવામાં આવી નહીં હોવાથી કસ્ટમ્સ વિભાગે ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ  રેગ્યુલેશન 2015 અંતર્ગત કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઇઓ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ અંગેની વધુ તપાસ ચાલુ છે.