રિપોર્ટ@અમદાવાદ: આજે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય 'પ્રમુખ વરણી મહોત્સવ', જાણો વધુ વિગતે

કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મોટી સંખ્યામાં હરિભક્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજરી આપશે.
 
રિપોર્ટ@અમદાવાદ: આજે સાંજે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય 'પ્રમુખ વરણી મહોત્સવ', જાણો વધુ વિગતે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સાંજે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય 'પ્રમુખ વરણી મહોત્સવ' યોજવાનો છે. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવી રહ્યો છે.

આજે સાંજે રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ભવ્ય સમારોહમાં પ્રમુખ સ્વામી મહારાજનાં માનવસેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ આપવામાં આવશે. સાબરમતી નદીમાં 75 જેટલી ડેકોરેટિવ ગ્લો લાઈટિંગ સાથેની રાખવામાં આવેલી ફ્લોટિંગ હોડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 8 અને 9 ડિસેમ્બરે પણ આ ડેકોરેટિવ હોડીઓ રાખવામાં આવશે.

અમદાવાદના આંગણે યોજાઈ રહેલા આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મોટી સંખ્યામાં હરિભક્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજરી આપશે.