રિપોર્ટ@અમદાવાદ: ગુજરાતીઓ 2થી 25 કરોડ લક્ઝુરિયસ ફ્લેટ ચણા મમરાની જેમ ખરીદવા લાગ્યા

હવે બંગલાનો ટ્રેન્ડ તો ગયો ને આવ્યો અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટનો જમાનો.
 
રિપોર્ટ@અમદાવાદ: ગુજરાતીઓ 2થી 25 કરોડ લક્ઝુરિયસ ફ્લેટ ચણા મમરાની જેમ ખરીદવા લાગ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બંગલાનો ટ્રેન્ડ તો ગયો ને આવ્યો અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટનો જમાનો. એક જમાનો હતો ત્યારે લોકો એવું માનતા કે ફ્લેટ ખરીદીએ તો એમાં આપણી પાસે જમીન થોડી રહે? હવે આ વિચારધારા 360 ડિગ્રી બદલાઈ ગઈ છે.

ખાસ કરીને અમદાવાદ શહેર હવે મુંબઈની ઉંચાઈએ આંબવા ઉડાન ભરવા તૈયાર થઈ ચૂક્યું છે. તેના માટે પૈસો હોવો જરૂરી છે અને ગુજરાતીઓ પાસે તો લખલૂંટ દોલત છે એ તો સૌ કોઈ જાણે છે. જેથી હવે ગુજરાતીઓ એક અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટ પાછળ 2 કરોડથી લઈ 25 કરોડ ખર્ચતા પણ અચકાતા નથી. વર્ષોથી ફિલ્મ સ્ટાર્સ જે રીતે કરોડોના ફ્લેટ્સમાં રહે છે એવો જ ટ્રેન્ડ હવે અમદાવાદ શહેરમાં શરૂ થયો છે.