રિપોર્ટ@અમદાવાદ: જગન્નાથ મંદિરની કરોડોની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ, જાણો વધુ વિગતે

મંદિર ટ્રસ્ટના કર્તાહર્તાઓએ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર જ અંદાજિત 60 કરોડની કિંમતની જમીન એક મુસ્લિમ વેપારીને વેચી 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદના જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીનનો મામલો વધુ એકવાર સપાટી પર આવ્યો છે. મંદિર ટ્રસ્ટના કર્તાહર્તાઓએ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર જ અંદાજિત 60 કરોડની કિંમતની જમીન એક મુસ્લિમ વેપારીને વેચી નાખી હોવાનો સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા આક્ષેપ કરાયો છે.

જગન્નાથ મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી હોય ટ્રસ્ટનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ આ વિવાદ મામલે મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, જમીનનો મામલો હાલ કોર્ટમાં છે. કોર્ટના ચુકાદા મુજબ આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે.