રિપોર્ટ@અમદાવાદ: 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે.
Mar 23, 2025, 17:58 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે ઠંડી પડે છે, અને બપોરે ગરમી પડે છે. માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાને કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ, 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે.
પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મિમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.