રિપોર્ટ@અમદાવાદ: કપડામાં લપેટેલું નવજાત મૃત હાલતમાં બાળક મળી આવતા ભારે ચકચાર મચી

અંગે  પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર માસૂમ બાળક મૃત હાલતમાં મળી આવ્યું છે.મૃત નવજાતના શરીરમાંથી કીડા નીકળતા હતા:અમદાવાદમાં રાયફલ ક્લબ પાસે ફૂટપાથ પરથી કપડામાં લપેટેલું મૃત બાળક મળ્યું, દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી.

અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલા રાયફલ ક્લબની પાસે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત મૃત બાળકને મૂકી દેવામાં આવ્યું છે.આસપાસના લોકોને તીવ્ર ગંધ આવતા પોલીસને જાણ કરી હતી.પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા બાળકના શરીરમાંથી કીડા નીકળવા લાગ્યા હતા.બાળકને આ સ્થિતિમાં કોણ મૂકી ગયું તે અંગે શાહપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

રાયફલ ક્લબ પાસેથી ગઇકાલે મોડી રાતે લોકોની અવરજવર વચ્ચે તીવ્ર દુર્ગંધ આવી રહી હતી ત્યારે લોકોએ ફૂટપાથ પર ગાડીની પાછળ જઈને જોયું તો એક કપડામાં લપેટેલું નવજાત બાળક મૃત હાલતમાં હતું. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસે જઈને તપાસ કરી ત્યારે ફાટેલા મરૂન કલરના કપડામાં લપેટેલું મૃત બાળક હતું.

બાળકના શરીરમાં અલગ અલગ જગ્યાએથી કીડા નીકળી રહ્યા હતા.પોલીસ દ્વારા તાત્કાલિક મૃતદેહને ત્યાંથી પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.બાળક આ જગ્યા સુધી કેવી રીતે પહોંચ્યું અને કોણ મૂકી ગયું તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.શાહપુર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.