રિપોર્ટ@અમદાવાદ: પોલીસે કુલ 15.84 કરોના કૌભાંડના આરોપીને ઝડપી લીધા
અમદાવાદના વેપારીને 3.21 કરોડનો ચુનો લગાવ્યો
Updated: Sep 26, 2025, 19:18 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરી, છેતરપિંડી, રેપ જેવા ગુનાઓ વધી ગયા છે. અમદાવાદના 2 ઠગે સાથે મળી ઓફિસબોયના નામે જુદા-જુદા બેંક એકાઉન્ટ ખોલાવી કંપનીઓ રજીસ્ટર્ડ કરાવી 4.28 કરોડ રૂપિયાની લોન લઇ લીધી હતી. જે બન્ને આરોપીઓ ઉપરાંત અમદાવાદના ફાર્મા મટિરિયલને વેપારીને 8.45 કરોડનો ચુનો લગાવનાર સુરતની ગેંગના એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત અમદાવાદના વેપારીને 3.21 કરોડનો ચુનો લગાવનાર અગ્રવાલ બંધુઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે કુલ 15.84 કરોના કૌભાંડના આરોપીને ઝડપી લીધા છે.