રિપોર્ટ@અમદાવાદ: પોલીસે બાળક 'ઉઠાવી' લીધું છતાં માતાને ખબર ન પડી, જાણો સમગ્ર ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળીના સમયે તમે બજારમાં ખરીદી કરવા જાવ, ત્યારે સાવધાની રાખવી જરૂરી છે. તમારી સાથે રહેલા નાના બાળકો અને કિંમતી સામાનનું ધ્યાન રાખો. ભીડમાં બેદરકારી મોંઘી પડી શકે છે. અમદાવાદ પોલીસે બજારની ભીડમાં ગ્રાહકના સ્વાંગમાં સામેલ થઈ નાના બાળકો અને બેગમાંથી કિંમતી સામાન સેરવી લીધાનો લાઈવ ડેમ કર્યો હતો. પોતાની સાથે રહેલા નાના બાળકો ગુમ થઈ ગયા ત્યાં સુધી વાલીને જાણ થઈ ન હતી. લોકો જાગૃત બને તે માટે પોલીસે ડેમો વીડિયો બનાવ્યો હતો.
દિવાળીના પર્વને લઈને ભદ્રના પાથરણા બજારોમા ખરીદીની ભીડ જામી છે સાથે જ ચોર ટોળકી પણ સક્રિય થઈ છે. ચોર બિન્દાસ્ત ચોરી કરીને બાળકોની ઉઠાંતરી કરી રહ્યા છે. પરંતુ ખરીદી કરવામા મશગુલ એવી મહિલાઓને ખબર જ નથી કે તેમની વસ્તુઓ ચોરાઈ રહી છે.જોકે ચોરી કરનાર બીજુ કોઈ નહી પરંતુ પોલીસ જ હતી. જેથી તેમની ચોરી થયેલી વસ્તુઓ પરત મળી ગઈ..જો ખરેખર ચોર ટોળકી હોત તો અનેક લોકોની કિમંતી વસ્તુ ચોરાઈ ગઈ હોત.પોલીસે ચોરીના ડેમો દ્વારા લોકોની બેદરકારી સાબિત કરી હતી. મહિલાઓ ખરીદીમા એટલા મશગૂલ છે કે વસ્તુઓ ચોરાઈ રહી હોવાનુ તેમને ભાન જ નથી.મોબાઈલ, પર્સ કે અન્ય કિમંતી વસ્તુઓ બેગમાથી કાઢવામા આવે છે.પણ લોકો ખરીદીમા એટલા ડુબી ગયા છે કે તેમનું ધ્યાન જ નથી કે ચોર ચોરી કરી રહયો છે.
પોલીસે બાળકનું અપહરણ કર્યું જેના ચહેરા પર ડર દેખાઈ રહયો છે.પોતાના માતાને શોધી રહી છે.પણ સલામત છે કારણ કે બાળકીને ઉઠાવી લેનાર કોઈ હ્યુમન ટ્રાફીકીંગના ગેંગ નથી પરંતુ મહિલા પોલીસ કર્મચારી છે.બાળકની માતા દીકરાને લેવા ગભરાઈને લેવા આવી.પરંતુ પોતાની બેદરકારીને સ્વીકારતી નથી.કારણ કે મહિલાઓ ખરીદી કરવામા બાળકોની સલામતીનુ પણ નથી વિચારતી.પોલીસે આ મહિલાને ઠપકો તો આપ્યો. પણ ખરીદીમા બેધ્યાન રહેતી મહિલાઓને જાગૃત પણ કરી.
કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ ભાટીએ જણાવ્યું. હતુકે દિવાળીના પર્વમા ખરીદીમા વ્યસ્ત રહેતા લોકોને જાગૃત કરવા પોલીસ ચોરી બનીને લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરી રહી છે.પોલીસના અભિયાન ઉપરાંત જે ચોર ટોળકી બજારોમા ફરતી હશે તેમને પકડવા માટે વિશેષ સ્કવોડની રચના પણ કરાઈ છે.આ ઉપરાંત બજારોમા સ્પીકર અને પોસ્ટર દ્રારા ચોર ટોળકીથી સાવચેત રહેવાની જાહેરાત કરીને લોકોને એલર્ટ પણ કરવામા આવે છે.