રિપોર્ટ@અમદાવાદ: પરિણીતાના શંકાસ્પદ મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટે ભેદ ઉકેલ્યો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના ન્યુરાણીપ વિસ્તારમાં 4 એપ્રિલના રોજ કોમલ નામની પરિણીતાના શંકાસ્પદ મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટે ભેદ ઉકેલી દીધો છે. કોમલનું મોત કુદરતી નહીં, પરંતુ પતિ હર્ષ પ્રજાપતિએ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધો મામલે કોમલે છુટાછેડા માટે દબાણ કરતા હર્ષે પતિએ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હતી. આરોપી પતિએ જાહેરમાં વાર્તા કરી હતી કે, કોમલ બાથરૂમથી બહાર આવી હતી, ત્યારે તેને ચક્કર આવ્યા અને ઉલટી થઈ જતા તેનું મોત થયુું.
શોકમગ્ન પિતા ઇશ્વરભાઈએ જણાવ્યુ કે, અમારી દીકરીએ પ્રેમલગ્ન કર્યા હતા. જમાઈને બીજી પત્ની લાવવી હતી, જેથી અમારી દીકરીને હેરાન કરતા હતા. અમારી દીકરીની હત્યા કરીને કુદરતી હોય તે રીતે બતાવ્યું, પરંતુ અમે રાહ જોયા વગર પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં જમાઈએ હત્યા કર્યાની કબૂલાત કરી છે. અમને અમારી દીકરી માટે ન્યાય જોઈએે.

