રિપોર્ટ@અમદાવાદ: સ્કૂલોને ધમકીભર્યા મેલને લઈ રાજ્ય સરકાર એક્શનમાં, જાણો વધુ વિગતે
પ્રિન્સિપલ સેક્રેટરીની તમામ પોલીસ વડા, કલેક્ટર, ડીઇઓ સાથે મિટિંગ
Updated: Feb 18, 2026, 15:30 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈ-મેલ મળ્યા બાદ મચેલી અફરાતફરીના માહોલ વચ્ચે ગુજરાતના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, કલેક્ટર સુજિત કુમાર, ડીઈઓ રોહિત ચૌધરી સહિત રાજ્યના તમામ પોલીસ કમિશનર, કલેક્ટર, ડીઈઓ, એસપી સાથે વીડિયો-કોન્ફરન્સથી વાત કરશે.
કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુસર વીડિયો-કોન્ફરન્સ યોજાવાની છે, જેમાં આવનારી બોર્ડની પરીક્ષાને લઈને મહત્ત્વની ચર્ચા થાય એવી શક્યતા છે.

