રિપોર્ટ@અમદાવાદ: થાર ચાલકે નશામાં 4થી 5 વાહનોને અડફેટે લેતાં 8ને ઈજા
કારચાલક છરો લઈને બહાર નીકળતાં રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી.
Updated: Mar 25, 2025, 14:10 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પરના હિમાલયા મોલ પાસેથી રાતે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં થાર લઈને નીકળેલા યુવકે 4થી 5 વાહનને અડફેટે લીધાં હતાં. ત્યાર બાદ કાર રોકાઈ જતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું.
જેથી કારચાલક છરો લઈને બહાર નીકળતાં રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી. તેમ છતાં તે રોડ પરથી મોટો પથ્થર ઉપાડીને લોકોને મારવા દોડ્યો હતો. આખરે પોલીસ આવતાં તેને પકડીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. અકસ્માત તેમજ દારૂ પીને યુવકે કરેલા હુમલામાં 8 જેટલા માણસોને સામાન્ય ઈજા થઈ હતી.