રિપોર્ટ@અમદાવાદ: ATSએ પકડેલા 3 આતંકીનો કેસ NIAને સોંપાયો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત ATSએ પકડેલા 3 આતંકીઓ પકડ્યાં હતા. ગુજરાત ATSએ પકડેલા 3 આતંકી કેસમાં મોટો વળાંક આવ્યો છે. આતંકીઓ પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરાયાં બાદ કેસની ગંભીરતા ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ NIAને સોંપવાનો આદેશ આપ્યો છે. હવે NIAની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
નવેમ્બર 2025માં ગુજરાત ATSએ આતંકી ડો. અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહૈલની UAPA હેઠળ ધરપકડ કરી હતી. તપાસમાં ખૂલ્યું કે ત્રણેય ISKP હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતા અને તેના ઇશારે હથિયારોની હેરાફેરી તથા રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા.
તપાસ મુજબ, વોન્ટેડ આતંકી હેન્ડલર અબુના આદેશ બાદ ખોરાક કે પાણીમાં રાઇઝિન ઝેર ભેળવી મોટે પાયે જાનહાનિ કરવાનું ષડયંત્ર ઘડાયું હતું. સુરક્ષા એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરીને ભયાનક ઘટનાને અટકાવી છે, જ્યારે હવે NIA આ કેસમાં આંતરરાષ્ટ્રીય કડીઓ અને નાણાકીય નેટવર્કની પણ તપાસ કરશે.

