રિપોર્ટ@અમદાવાદ: તળાવોમાંથી દબાણો દૂર કરીને ડેવલોપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી
અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક
રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલોપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 400 નાના-મોટા ગેરકાયદેસર દબાણોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવા માટેની કામગીરી શરૂ કરાઈ છે.
કુલ 4 ફેઝમાં કામગીરી થશે. જેમાં હાલમાં નૈયા મયંક સીઝનેબલ સ્ટોર પાસે દબાણો હટાવાની શરૂઆત કરાઈ છે. ફિરદોસ મસ્જિદ સહિતના બે ધાર્મિક સ્થાન સિવાય દબાણો હટાવાઈ રહ્યા છે.
શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જેટલા પોલીસ બંદોબસ્ત સાથે 300 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહેલી સવારથી શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. 12 હિટાચી મશીન અને ચાર જીસીબી મશીન તેમજ મજૂરોની મદદથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

