રિપોર્ટ@અમદાવાદ: 27 PIની બદલી અને લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂંક, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં 27 PIની બદલી અને લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ઉડીને આંખે વળગે તેવી બદલી દાણીલીમડાના PIની છે જેમને કંટ્રોલરૂમમાં મૂકાયા છે. કહેવાય છે કે તેમને કેમિકલ ચોરીનો કેસ નડી ગયો છે.
કૃષ્ણનગર, ચાંદખેડા સહિતના કેટલાક પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જથી ચાલતા હતા તે પોલીસ સ્ટેશનને હવે PI મળ્યા છે.
અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 27 PIની આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ.મલિકે કેટલાક PIની એજન્સીમાંથી પોલીસ સ્ટેશનમાં તો કેટલાકની પોલીસ સ્ટેશનમાંથી એજન્સીમાં બદલી કરી છે. લાંબા સમયથી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય અને કેટલાક પોલીસ સ્ટેશનમાં નાના મોટા વિવાદ થયા હોય તેમની પણ બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં અનેક PI ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હતા. જેમની જિલ્લા બદલી આવવાની તૈયારી છે. જોકે શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં પણ કેટલાક PI લાંબા સમયથી ફરજ બજાવતા હતા તો કેટલાક PI વિવાદમાં આવી ચૂક્યા હતા. જેમની પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વધતા જતા ક્રાઈમને લઈને PIની સક્ષમ પીઆઇને બદલી કરી મૂકવામાં આવ્યા છે.

