રિપોર્ટ@અમદાવાદ: નોબલનગર ચાર રસ્તા પાસે ફૂટપાથ પર મહિલાની બળેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી

લાશ પડી હોવા અંગેનો મેસેજ મળતાં એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બાળકો લઘુશંકા કરવા ગયા ને મહિલાની સળગેલી લાશ જોઈ.અમદાવાદના નોબલનગર ચાર રસ્તા પાસે મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. નોબલનગર ચાર રસ્તા પાસે ફૂટપાથ ઉપર જાળીઓમાં કચરાઓની વચ્ચે બળેલી હાલતમાં લાશ પડી હોવા અંગેનો મેસેજ મળતાં એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ FSLની ટીમને જાણ કરી હતી.

આજે સવારે ફૂટપાથની સામેના ભાગે આવેલા ઝુપડપટ્ટીમાં રહેતા કેટલાક છોકરાઓ લઘુશંકા કરવા માટે જાળીઓ પાસે ગયા હતા તે દરમિયાનમાં મહિલાની બળેલી હાલતમાં લાશ જોઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે બાળકોએ ચાર રસ્તા ઉપર હાજર ટ્રાફિક પોલીસના TRB જવાનને જાણ કરી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી.

શહેરના નોબલનગર ચાર રસ્તા પાસે ફૂટપાથ ઉપર જાળીઓમાં એક મહિલાની બળેલી હાલતમાં લાશ પડી હોવા અંગેનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. જેના આધારે એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી છે.

એરપોર્ટ પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે નોબલનગર ચાર રસ્તાની સામેના ભાગે કોતરપુર વોટર વર્કસની દીવાલ નજીક આવેલી જાળીઓમાં એક મહિલાની બળેલી હાલતમાં લાશ પડી હતી. ઘટના અંગે પોલીસ દ્વારા એફએસએલની ટીમને જાણ કરવામાં આવી હતી.

રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા કચરો બાળવાની આડમાં લાશને બાળી નાખી હોવાથી હાલ પૂરતું જાણવા મળ્યું છે. ફૂટપાથની સામેના ભાગે આવેલા ઝુપડપટ્ટીમાં રહેતા કેટલાક છોકરાઓ લઘુશંકા કરવા માટે જાળીઓ પાસે ગયા હતા તે દરમિયાનમાં મહિલાની બળેલી હાલતમાં લાશ જોઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે બાળકો દ્વારા ચાર રસ્તા ઉપર હાજર ટ્રાફિક પોલીસના TRB જવાનને જાણ કરવામાં આવી હતી.

આ મામલે TRB જવાને પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરી જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે લાશ સળગેલી હાલતમાં હતી. અંદાજિત 24 કલાકની અંદર લાશ બળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ ગુમ થયેલી મહિલા કે યુવતીઓ અંગેની તપાસ શરૂ કરી છે.