રિપોર્ટ@અમદાવાદ: ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરતો યુવક ઊંધેકાંધ પટકાયો, જાણો વધુ

ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો એક યુવકને ભારે પડી ગયો.
 
રિપોર્ટ@અમદાવાદ: ઓવરબ્રિજ પર બેલેન્સ ગુમાવતા અકસ્માત સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ભયાનક દુર્ઘનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ શહેરમાથી આવી જ એક અકસ્માતની ભયાનક દુર્ઘના સામે આવી છે. અમદાવાદમાં શહેરમાં ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો એક યુવકને ભારે પડી ગયો. શહેરના ઓવરબ્રિજ પરથી પસાર થતી સમયે મોબાઈલનો ઉપયોગ કરી રહેલા મોપેડ ચાલકે કાબૂ ગુમાવતા બ્રિજ પર ઊંધેકાંધ પટકાયો હતો.

સદનસીબે પાછળથી આવી રહેલા કારચાલકે બ્રેક મારી દેતા યુવકનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના પાછળ આવી રહેલી કારના ડેશકેમમાં કેદ થઈ હતી. જે વીડિયો અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.