રિપોર્ટ@અમદાવાદ: હવામાનમાં પલટો આવતાં શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ

દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે.
 
રિપોર્ટ@સુરત: 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે  ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. દરમિયાન વાવાઝોડાની અસરથી અમદાવાદના હવામાનમાં પલટો આવતાં મોડીરાતે શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પરિણામે માર્ગો પર પાણી વહેતાં થયાં હતાં. મોડીરાતે અચાનક વરસાદ શરૂ થતાં માર્ગો પર ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા.

શહેરના સરસપુર,બાપુનગર, મેમ્કો, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં અનેક વાહનચાલકો મોડીરાતે વાહનો બંધ પડતાં દોરીને લઈ જતાં જોવા મળ્યાં હતાં.

આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી એવી આગાહી પણ છે, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટાં પડી શકે છે એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. 8 ઓકટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં છૂટાછવાયાં સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.