રિપોર્ટ@અમદાવાદ: 332 કરોડની સરકારી જગ્યા 83 કરોડમાં આપવાનો ઠરાવ, જાણો વધુ વિગતે
આ સરકારી રહેણાંક મકાનોની જગ્યા દસ્તાવેજ કરીને ફાળવી દેવામાં આવશે.
Mar 22, 2025, 09:12 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર વર્ષો પહેલા બનાવવામાં આવેલી રબારી વસાહતોને વેચાણથી આપવાને મંજૂરી આપવામાં આવી છે.
ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં વર્તમાન જંત્રી દર મુજબ 332 કરોડ રૂપિયાથી વધુની કિંમતની જમીન માત્ર 25 ટકા ભાવે એટલે કે રૂ. 83 કરોડમાં જ આપી દેવાનો ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકાર આ અંગેની પોલિસી અથવા તો નિર્ણય કરશે. આ સરકારી રહેણાંક મકાનોની જગ્યા દસ્તાવેજ કરીને ફાળવી દેવામાં આવશે.

