રિપોર્ટ@અમરેલી: ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં 2 દરવાજા ખોલવામાં આવ્યા

અમરેલીનો ખોડિયાર ડેમ ફરી છલકાયો
 
રિપોર્ટ@અમરેલી: ખોડિયાર ડેમ ફરી ઓવરફ્લો થતાં 2 દરવાજા ખોલવામાં આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

અમરેલીનો ખોડિયાર ડેમ ફરી ઓવરફ્લો થતાં 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા 45 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના દહેગામમાં એક કલાકમાં જ ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે.