રિપોર્ટ@અમરેલી: સુસાઈડ નોટ લખી યુવકે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે.સુરતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં અમરોલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા યુવકે લગ્ન થતા ના હોવાથી હતાશામાં આવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે મારતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું ભરી લઉં છું, મને માફ કરી દેજો સહિતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે બોટાદના રહેવાસી અને હાલ વેડરોડ ખાતે રહેતા બીસીએના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે અભ્યાસના તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામના વતની અને હાલ અમરોલી છાપરાભાઠા ખાતે આવેલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા 29 વર્ષીય સચિન રમેશભાઈ પીપલીયા હીરાના કારખાનામાં મશીન રીપેરીંગનું કામકાજ કરી માતા-પિતા સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. સાંજે સચિને ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

અમરોલી પોલીસે સચિને મારતા પહેલા લખેલી સુસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં સચિને હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું ભરી લઉં છું, મને માફ કરી દેજો સહિતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એક પેજમાં ગુજરાતીમાં સુસાઇડ નોટ લખેલી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સચીને તેમના લગ્ન થતા ન હોવાથી હતાશામાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, મૂળ બોટાદ જિલ્લાના સમઢીયાળા ગામના વતની અને હાલ વેડરોડ વિસ્તારમાં આવેલ ભગુનગર સોસાયટી વિભાગ-૧માં ૨૨ વર્ષીય શર્મિલ મુકેશભાઈ માંડવીયા પરિવાર સાથે રહેતો હતો. શર્મિલ બીસીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેમના પિતા વતનમાં ખેતી કામ કરે છે.

બપોરે શર્મિલે ઘરે લોખંડના પાઇપ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચોકબજાર પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શર્મિલએ અભ્યાસના તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.