રિપોર્ટ@અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, 1.70 લાખ વિદ્યાર્થીને ફાયદો
આગામી સત્રથી 7 ઝોનની આ 7 સ્કૂલમાં ધો.9-10ના વર્ગ શરૂ થશે
Updated: Mar 18, 2025, 15:06 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ 7 ઝોનમાં 7 મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરવામાં આવશે. આમ હાલ ઝોન વાઇઝ એક સ્કૂલ એવી હશે જેમાં ધોરણ 1થી 8ને બદલે 10 સુધીનું શિક્ષણ ફ્રીમાં મળશે. ઉલ્લેખનીય છે કે, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ સ્કૂલમાં વિનામૂલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ ધોરણ 1થી 8 સુધીની સ્કૂલો ચાલી રહી છે.
આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ વિના મૂલ્યે મળશે.