રિપોર્ટ@આણંદ: સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર 2 આરોપી ઝડપાયા, જાણો વધુ વિગતે

આ ગુનામાં મદદગારી કરનાર તેના મિત્ર સહિત બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.
 
રિપોર્ટ@આણંદ: સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર 2 આરોપી ઝડપાયા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આણંદ શહેરના સાંગોળપુરા વિસ્તારમાં રહેતા અને ફેબ્રિકેશનના કારખાનામાં કામ કરતા તુષાર બારૈયાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. આ ગુનામાં મદદગારી કરનાર તેના મિત્ર સહિત બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ઘટનાની વિગત મુજબ, આરોપી તુષાર બારૈયાએ સગીરા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હતી. ગત 1 જાન્યુઆરીના રોજ 'તને મારી માતા સાથે મુલાકાત કરાવું' તેમ કહી સગીરાને એક્ટિવા પર બેસાડી નડિયાદના ઉત્તરસંડા ખાતે તેના મિત્ર કિશન તડવીના ઘરે લઈ ગયો હતો. ત્યાં કિશન ઘરને બહારથી તાળું મારી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તુષારે સગીરાને બદનામ કરવાની અને મેસેજો ઘરે બતાવી દેવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે એટલેથી ન અટકીને સગીરાનો નગ્ન વીડિયો ઉતારી લીધો હોવાની અને તેને વાયરલ કરવાની ધમકી આપી ગ્રીડ ચોકડી પાસે ઉતારી ફરાર થઈ ગયો હતો.

ગભરાયેલી સગીરાએ ઘરે જઈ આપવીતી જણાવતા પરિવારે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNS ની વિવિધ કલમો અને પોકસો  એક્ટ હેઠળ ગુનો નોંધી ગત રાત્રે મુખ્ય આરોપી તુષાર અને તેના મિત્ર કિશનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.