રિપોર્ટ@આણંદ: LCBએ બનાવટી યુરિયા ખાતર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ

નીમ કોટેડ યુરિયા જેમાં લીમડાના તેલને યુરિયા પર કોટેડ કરવામાં આવે 
 
રિપોર્ટ@આણંદ: LCBએ બનાવટી યુરિયા ખાતર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આણંદ LCBએ બનાવટી યુરિયા ખાતર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વિદ્યાનગર GIDCમાં આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું. LCB પોલીસે 116 ખાતરની થેલીઓ ઝડપી પાડી હતી. નાયબ ખેતી નિયામકે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાનગર GIDCની એગ્રોફીલ ઇન્ડસ્ટ્રીઝ અને અમદાવાદની ટ્રુમાર્ક કોર્પોરેશનના જવાબદારો સામે ગુનો નોંધ્યો છે.

LCB એ 2.46 લાખનો નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે. નીમ કોટેડ યુરિયા જેમાં લીમડાના તેલને યુરિયા પર કોટેડ કરવામાં આવે છે. યુરિયા પર નીમ કોટિંગ નાઈટ્રિફિકેશન અવરોધક તરીકે કામ કરે છે. નીમ કોટેડ યુરિયા ધીમે ધીમે ફેલાય છે, જેના કારણે પાકની જરૂરિયાત મુજબ નાઈટ્રોજન પોષક તત્વો મળી રહે છે અને પાકનું ઉત્પાદન વધે છે. નીમ કોટેડ યુરિયાનો સામાન્ય યુરિયા કરતાં અંદાજે 10% ઓછો વપરાશ કરવાની જરૂર પડે છે. તેથી યુરિયાની 10% બચત થાય છે.