રિપોર્ટ@ગુજરાત: રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 3500 જેટલા ગ્રંથપાલની જગ્યાઓ ખાલી
શાળાઓમાં પણ ગ્રંથપાલ વગર ગ્રંથાલય ખાલી સ્થિતિમાં આવી ગઈ છે.
Nov 3, 2025, 16:58 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 3500 જેટલા ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે. 2007 બાદ ગ્રંથપાલની ભરતી જ ન કરવામાં આવતા ગ્રંથાલયમાં સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ બેરોજગાર થયા છે. પરંતુ શાળાઓમાં પણ ગ્રંથપાલ વગર ગ્રંથાલય ખાલી સ્થિતિમાં આવી ગઈ છે.
બે વર્ગ હોય 100 વિદ્યાર્થીઓ હોય અને 3 હજાર પુસ્તક હોય તો ગ્રંથપાલ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ,આ જોગવાઈનું પાલન કરવાનું જ હવે સરકાર અને શિક્ષણ વિભાગ ભૂલી ગયું છે. વિદ્યાર્થીઓને શાળાઓમાં રિસર્ચ માટે જરૂરી પુસ્તકની માહિતી આપનાર જ ગ્રંથાલયમાં કોઈ રહ્યું નથી. ગ્રંથપાલની ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી કરવામાં આવે એવી ઉમેદવારો અને શાળા સંચાલકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

