રિપોર્ટ@સુરત: મોટો અકસ્માત સર્જવાના ઈરાદે માલગાડી ઉથલાવવાનો પ્રયાસ

અજાણ્યા ઇસમોએ ટ્રેકના પાટા પર ગેલવેનાઇઝ લોખંડનો પટ્ટો મૂક્યો હતો.
 
રિપોર્ટ@સુરત: મોટો અકસ્માત સર્જવાના ઈરાદે માલગાડી ઉથલાવવાનો પ્રયાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોટો અકસ્માત સર્જવાના ઈરાદે માલગાડી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માલગાડી બરોડાથી મુંબઈ તરફ જઈ રહી હતી. અજાણ્યા ઇસમોએ ટ્રેકના પાટા પર ગેલવેનાઇઝ લોખંડનો પટ્ટો મૂક્યો હતો.

ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે આ પટ્ટો ટ્રેનના ટાયરમાં આવી ગયો હતો. સદનસીબે, ટ્રેન ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી દીધી હતી. જેના કારણે માલગાડી પાટા પરથી ઉતરતાં બચી ગઈ અને મોટો અકસ્માત ટળ્યો હતો. આ ગંભીર કૃત્ય બદલ ડીંડોલી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.