રિપોર્ટ@ભાવનગર: નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 5 લોકોના મોત, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 5 લોકોના મોત થયા છે, જ્યારે 5 ગામના 20 લોકો બીમાર પડ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ ગઇકાલે મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મિટિંગ કરી ઘટનાની તપાસ SMCને સોંપી અને તાત્કાલિક SP મયુરસિંહ ચાવડા ભાવનગર દોડી ગયા.
મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. જેમાં 15 પેટી જપ્ત કરાઈ અને બાકીની 13 પેટીઓ જપ્ત કરવા ભાવનગર પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.
પોલીસે અલગ અલગ 15 ટિમો બનાવી ગત રાત્રિથી અત્યાર સુધીમાં બુટલેગર, સપ્લાયર સહિતના 13 વ્યક્તિની અટકાયત કરી છે. તપાસ દરમિયાન નકલી દારૂ બનાવનાર પરપ્રાંતીયો હોવાનું જાણવા મળતા પોલીસે તેને ડિટેઇન કરવા અંગે તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કુલ 5 મોતમાંથી 2 શંકાસ્પદ છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે તો બીજાના પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે.

