રિપોર્ટ@ભાવનગર: રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા તહેવાર નિમિતે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળીનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. તહેવારની ભીડમાં મુસાફરોને હેરાનગતિ ન ભોગવવી પડે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા તહેવાર નિમિતે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જેમાં કુલ 150થી વધુ એસ.ટી. વિભાગની બસો જેમાં ગોધરા, સુરત, અમદાવાદ, જૂનાગઢ, ઉના, રાજકોટ દોડશે.
ભાવનગર એસ.ટી વિભાગ દ્વારા દિવાળી તહેવાર નિમિતે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.ખાસ તો તહેવાર પર ખાનગી વાહનો અને ટ્રાવેલ્સ ધારકો મસમોટા ભાડાઓ મુસાફરો પાસેથી વસુલતા હોય છે, જેને લઈ સરકારના આદેશ અનુસાર 150થી વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જેમાં રાજકોટ, અમદવાદ, ગોધરા, સુરત, જુનાગઢ, ઉના દોડવવામાં આવશે
જેમાં તા.17 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર ભાવનગર ડિવિઝનની એક્સ્ટ્રા બસો દોડશે અને દિવાળી બાદ 27 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે ભાવનગર ડિવિઝનના 8 ડેપોની જેમાં ભાવનગર ડેપોની 10 બસ,તળાજા ડેપોની 7 બસ, મહુવા ડેપોની 6 બસ ,પાલીતાણા ડેપોની 7 બસ , ગારિયાધાર ડેપોની 7 બસ ,ગઢડા ડેપોની 5 બસ ,બોટાદ ડેપોની 6 બસ ,બરવાળા ડેપોની 2 બસ મળી કુલ તા.17 ઓક્ટોબર ના રોજ 50 એક્સ્ટ્રા બસો દોડશે.
તા.18 ઓક્ટોબર ના રોજ ભાવનગર ડેપોની 12 બસ તળાજા ડેપોની 9 બસ, મહુવા ડેપોની 9 બસ ,પાલીતાણા ડેપોની 9 બસ, ગારીયાધાર ડેપોની 9 બસ, ગઢડા ડેપોની 8 બસ, બોટાદ ડેપોની 9 બસ અને બરવાળા ડેપોની 5 મળી કુલ 70 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને આ સિવાય વધુ ટ્રાફિક થશે તો ભાવનગર એસ.ટી તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસો સ્ટેન્ડ બાય રાખવમાં આવશે, જેથી કરીને કોઈ મુસાફરો ને હેરાન ન થવું પડે અને વ્યવસ્થિત સમયસર મુસાફરી કરી શકે તે અંગે આયોજન કરવામાં આવ્યું છે.
તહેવારો ઉપર ખાનગી વાહનો અને ટ્રાવેલ્સો દ્વારા મુસાફરીમાં મસમોટા ભાડાઓ વસુલતા હોઈ છે જેને લઈ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકો ને એસ.ટી વિભાગના નિયમ અનુસાર ભાડાઓ ચૂકવી મુસાફરી કરે તેને લઈ ખાસ દિવાળી તહેવારમાં એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે અને લોકોને વધુમાં વધુ એસ.ટીની મુસાફરી કરે તે અંગે અપીલ કરવામાં આવી છે

