રિપોર્ટ@અમરેલી: જાફરાબાદમાં નદીમાં ડૂબેલા આધેડનો મૃતદેહ મળ્યો, જાણો વધુ વિગતે

મૃતકની લાશને બહાર કાઢી જાફરાબાદ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાય છે
 
રિપોર્ટ@અમરેલી: જાફરાબાદમાં નદીમાં ડૂબેલા આધેડનો મૃતદેહ મળ્યો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલાક  દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં આધેડ જાદવભાઈ સોમાભાઈ રાઠોડ નદીમાં ડૂબી ગયા હતા. 24 કલાકથી સ્થાનિકો સાથે NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. આજે નદીમાંથી જાદવભાઈ મૃતદેહ મળી આવ્યો છે.

ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. મૃતકની લાશને બહાર કાઢી જાફરાબાદ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાય છે. નદીના પાણી અને કીચડ વચ્ચેથી મૃતકની લાશ બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. NDRF ટીમનું વાહન ફસાતા લોકોની મદદ કરી બહાર કઢાયું.