રિપોર્ટ@ગુજરાત: નહેરમાંથી અજાણી મહિલાની લાશ મળી, જાણો વધુ વિગતે

સ્થાનિક લોકોએ નહેરના ધસમસતા પાણીમાં મહિલાની લાશ તણાતી જોઈને તાત્કાલિક કોસંબા પોલીસને જાણ કરી હતી.
 
ગુજરાતઃ પેન્શન લેવા ગયેલ મહિલાની લાશ મળી, રેપ વિથ મર્ડરની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીક જગ્યાએથી મૃતદેહ મળી આવતા હોય છે. ફરી એકવાર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. માંગરોળના નંદાવ ગામની સીમમાંથી પસાર થતી કાંકરાપાર જમણા કાંઠાની મોટી નહેરમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી છે.

સ્થાનિક લોકોએ નહેરના ધસમસતા પાણીમાં મહિલાની લાશ તણાતી જોઈને તાત્કાલિક કોસંબા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

કોસંબા પોલીસે મહિલાની લાશનો કબજો લઈ લીધો છે. પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને મહિલાની ઓળખ માટેની કવાયત શરૂ કરી છે. હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી અને મોતનું કારણ પણ જાણી શકાયું નથી.